Monday - Oct 19, 2026

મોરબીમાં મેડિકલના વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રહેવા ધ્યાનની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું

મોરબીમાં મેડિકલના વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રહેવા ધ્યાનની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું

GMERS મેડિકલ કોલેજમાં ત્રણ દિવસીય સત્રો : ભાવનાત્મક સ્થિરતા, આંતરિક શાંતિ અને તણાવમુક્ત જીવન માટે વ્યવહારુ ટેકનિક પર ભાર મુકાયો

મોરબી : મેડિકલના અભ્યાસ દરમિયાન તણાવનું સંચાલન કરી ભાવનાત્મક સ્થિરતા અને આંતરિક શાંતિ જાળવવા માટે મોરબીની GMERS મેડિકલ કોલેજ ખાતે ત્રણ દિવસીય માર્ગદર્શન સત્રો યોજાયા હતા. હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલા આ સત્રોમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને દૈનિક જીવનમાં ઉપયોગી ધ્યાન, સફાઈ અને પ્રાર્થના ધ્યાનની પદ્ધતિઓ અંગે સમજ આપવામાં આવી હતી. ત્રણ દિવસીય સત્રોમાં મુખ્યત્વે ભણતરનો મન ઉપર બોઝો ન રહે અને તણાવ મુક્ત રહેવા માટે ઉપયોગી જડીબુટ્ટીઓનું માર્ગદર્શન અપાયું હતું.

* તણાવનું સંચાલન: રોજિંદા જીવનમાં ઊભા થતા તણાવને સમજવા અને તેનો સામનો કરવા માટે ધ્યાનની પદ્ધતિઓનો ઉપયોગ.

* ભાવનાત્મક સ્થિરતા: લાગણીઓનું સંતુલન જાળવવા અને માનસિક શાંતિ કેળવવા માટે વ્યવહારુ માર્ગદર્શન.

* આંતરિક શાંતિ: ધ્યાન, સફાઈ અને પ્રાર્થના ધ્યાન જેવી પદ્ધતિઓને દૈનિક જીવનમાં અપનાવવાની સમજ.

* અભ્યાસ અને કાર્યમાં સંતુલન: મેડિકલના અભ્યાસની વ્યસ્તતા વચ્ચે માનસિક સંતુલન જાળવવા માટે ઉપયોગી ટેકનિક પર ભાર.

ત્રણ દિવસીય સત્રોમાં મેડિકલ કોલેજના ડીન, પ્રોફેસરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટનાં પ્રશિક્ષક કૌશિકાબેન અગ્રવાલ અને લલિત ચંદે તેમજ સંસ્થાના સ્વયંસેવકોએ વિવિધ ધ્યાન સત્રો દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન ઉપસ્થિતોને તણાવ સંચાલન, ભાવનાત્મક સ્થિરતા અને આંતરિક શાંતિ માટેની પદ્ધતિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

મોરબીમાં મેડિકલના વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રહેવા ધ્યાનની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું
મોરબીમાં મેડિકલના વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રહેવા ધ્યાનની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું