Monday - Oct 19, 2026

સ્વ.ઓ.આર. પટેલની 14મી પુણ્યતિથિએ ઉમિયા માનવ મંદિરમાં વૃક્ષારોપણ

સ્વ.ઓ.આર. પટેલની 14મી પુણ્યતિથિએ ઉમિયા માનવ મંદિરમાં વૃક્ષારોપણ

ઘડિયાળ ઉદ્યોગથી મોરબીને વૈશ્વિક ઓળખ અપાવનાર પાટીદારરત્નને વૃક્ષારોપણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજ માટે પ્રેરણારૂપ ઓ.આર. પટેલની 14મી પુણ્યતિથિ નિમિત્તે લજાઈ નજીક ભીમનાથ મંદિર સામે આવેલા ઉમિયા માનવ મંદિરમાં વૃક્ષારોપણ કરીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા અને કેમ્પસ ડિરેક્ટર ઠાકરશીભાઈ કલોલાએ વૃક્ષારોપણ કરીને ઓ.આર. પટેલની સ્મૃતિને વંદન કર્યું હતું.

ઓ.આર. પટેલે ઘડિયાળ ઉદ્યોગના ક્ષેત્રે મોરબીને દેશ-વિદેશમાં ઓળખ અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ઉદ્યોગક્ષેત્રની સાથે તેમણે સમાજસેવાને પણ જીવનનો અભિન્ન હિસ્સો બનાવી હતી. મોરબીમાં પાણી સંગ્રહ, વૃક્ષારોપણ, વિદ્યુત સ્મશાનગૃહ, સદભાવના હોસ્પિટલ તેમજ દીકરા-દીકરીઓના શિક્ષણ માટે અનેક શાળા-કોલેજોની સ્થાપના સહિતના સેવાકીય કાર્યોમાં તેમનું યોગદાન સ્મરણીય રહ્યું છે.

સ્વજનો અને સમાજના અગ્રણી વ્યક્તિઓના જન્મદિવસ કે પુણ્યતિથિએ રક્તદાન, વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોને સહાય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમની સ્મૃતિને જીવંત રાખવાની પરંપરા મોરબીમાં જોવા મળે છે. આ જ ભાવના સાથે ઉમિયા માનવ મંદિરમાં વૃક્ષારોપણ કરીને ઓ.આર. પટેલના સેવાકીય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણની આ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાની સાથે સમાજ માટે જીવન સમર્પિત કરનાર વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.