મોરબી : મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગુલાબનગર વિસ્તારમાં જુદા જુદા વાહનોમાં દારૂનો જથ્થો ભરીને તેને હેરાફેરી કરાતી હોવાની હકીકતના આધારે એ ડિવિઝન પોલીસે ગુલાબનગર વિસ્તારમાં રેડ કરી ત્રણ વાહનોમાં દારૂની 9924 બોટલો મળી આવતા 50,38,800 ની કિંમતનો દારૂનો જથ્થો તથા ત્રણ વાહનો અને મોબાઇલ ફોન મળીને 57.43 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જોકે પાંચ શખ્સોના નામ સામે આવ્યા હોય કુલ છ શખ્સો સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબી વિસ્તારમાં ખાનગી વાહનોમાં દારૂમાં જથ્થો ભરીને તેની હેરાફેરી કરવામાં આવનારી હોવાની હકીકત મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.સી ગોહિલને મળતા પોલીસે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગુલાબ નગર શેરી નં 1માં દારૂની રેડ કરી જુદા જુદા ત્રણ વાહનોમાં ગાડી નંબર જીજે 3 બી ઝેડ 1336, કેરી ગાડી નંબર જીજે 3 બી ઝેડ 57 47 અને બોલેરો ગાડી નંબર જીજે 36 વી 0323ને ચેક કરતા આ વાહનોને લીલા કલરના કંતાનથી ઢાંકીને રાખવામાં આવ્યા હોય જેને દૂર કરતા ત્રણેય વાહનોમાંથી કુલ મળીને દારૂની 9924 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 50,38,800 ની કિંમતનો દારૂનો જથ્થો, 7 લાખની કિંમતના ત્રણ વાહનો તેમજ 5000 રૂપિયાની કિંમત એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 57,43,800 ની કિંમતનો મુદ્દામાલ સાથે આરોપી મુસ્તકિમ ઉર્ફે લાલો અલારખાભાઈ સના (ઉ.વ.19)ની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં નવઘણભાઈ મોહનભાઈ બાંભવા , દિવ્યેશભાઈ મોહનભાઈ બાંભવા , ઓમાન અશરફભાઈ ધારાણી, યુવરાજસિંહ અનુપસિંહ ડોડીયા અને ભીમશી કોળીના નામ સામે આવતા પોલીસે હાલમાં કુલ છ શખ્સોની સામે ગુનો નોંધી બાકીના પાંચ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.