Saturday - Aug 15, 2026

હળવદના ટીકર ગામે યુવતીનો પીછો કરતો હોવાની શંકા કરી યુવક પર છરીથી હુમલો

હળવદના ટીકર ગામે યુવતીનો પીછો કરતો હોવાની શંકા કરી યુવક પર છરીથી હુમલો

હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અને ઇલેક્ટ્રિકની દુકાન તેમજ ખેતીકામ કરતા ફરિયાદી મહંમદ અયાજ વારીસભાઈ કગથરા ઉ.22 નામના યુવક આરોપી ફિરોજભાઈ સલીમભાઈ સંધીના કાકાની દીકરીનો પીછો કરતો હોવાની શંકા રાખી આરોપી ફિરોજે મહંમદ અયાજને છરીના ઘા ઝીકી ઇજાઓ પહોંચાડતા આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.