Sunday - Jun 28, 2026

ટંકારાના નસીતપર ગામે પગાર બાબતે યુવાન પર મેનેજરનો હુમલો

ટંકારાના નસીતપર ગામે પગાર બાબતે યુવાન પર મેનેજરનો હુમલો

ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર નજીક આવેલ ધરતી સ્પીનિંગ મિલમાં કામ કરતા વિજયભાઈ કાનજીભાઈ વાઘેલા ઉ.વ.29 રહે.ખામટા તા.પડધરી નામનો યુવાન પગારના બાકી નીકળતા પૈસા લેવા જતા સ્પીનિંગ મીલના મેનેજર સંતોષભાઈ પટેલે કંપનીના લેબર કવાટર્સ પાસે ફરિયાદીને ધોકા મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા ઘટના અંગે ટંકારા પોલીસે એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.