Tuesday - Apr 21, 2026

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટ્રકની ઠોકરે યુવકનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટ્રકની ઠોકરે યુવકનું મોત

મોરબી : મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં જવાહર સોસાયટી નજીક આવેલ સાયન્સ કોલેજ પાછળ રહેતા મયુરભાઈ જેસિંગભાઈ ચૌહાણ ઉ.વ.26 નામનો યુવક ગત તા.4ના રોજ બપોરના સમયે ટ્રક ચાલકને વિન્ટેજ વિટ્રીફાઇડ ફેકટરી બતાવવા ગયો હતો ત્યારે ટીએન - 52 - એબી -0220 નંબરના ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનો ટ્રક ચલાવી મયુરભાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડતા મયુરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના કાકા મુકેશભાઈ લાલજીભાઇ ચૌહાણે બી ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.