મોરબી : વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગામે રહેતા કાનજીભાઈ શામજીભાઈ ધરજીયા ઉ.42 નામના યુવાને જીજે - 12 - એઝેડ - 1331 નંબરના આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ તેમના પિતા શામજીભાઈ મોહનભાઇ ધરજીયા ઉ.70ને લઈ લાકડધાર ગામે બહેનના ઘેરથી વઘાસિયા ગામે ફઈબાના ઘરે જતા હતા ત્યારે વઘાસિયા ટોલનાકા પાસે ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા તેમના પિતા શામજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.