મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આઈટીઆઈ પાસે રહેતા પીયૂષભાઈ દિલીપભાઈ બારોટ ઉ.32 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર જુના આરટીઓ નજીક ધરમપુર રોડ ઉપર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.