Monday - Oct 05, 2026

મોરબીમાં ઘરફોડ ચોરી કરનાર એક ઝડપાયો, બે ફરાર

મોરબીમાં ઘરફોડ ચોરી કરનાર એક ઝડપાયો, બે ફરાર

સાતમ આઠમના પર્વ નિમિતે માણેક સોસાયટીમાં રહેતો પરિવાર ફરવા ગયો હોય ત્યારે બંધ મકાનના તાળા તોડી રોકડ રૂ ૭૦ હજારની ચોરી થયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી હતી જેમાં આરોપી પંકજ બીશેભાઈ ઢોલી (ઉ.વ.૨૮) રહે મોરબી રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ મૂળ રહે નેપાળ વાળાને ઝડપી લીધો છે તો અન્ય બે ઈસમો હેમરાજ મનબહાદુર સાહી અને ભીમબહાદુર શીજુશાહી રહે બંને નેપાળ વાળાના નામો ખુલતા તપાસ ચલાવી છે