Tuesday - May 05, 2026

મોરબીમાં દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબીમાં દારૂની બોટલો સાથે એક ઝડપાયો

 મોરબીની કુંભાર શેરીમાં એલસીબી ટીમે દરોડો પાડી બુટલેગરને વિદેશી દારૂની 22 બોટલ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમા વિદેશી દારૂનો આ જથ્થો અન્ય બુટલેગર તેમજ એક અજાણ્યા ટ્રક ચાલક પાસેથી આરોપીએ મેળવ્યાની કબૂલાત આપતા ત્રણેય વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાયો હતો.

મોરબી એલસીબી ટીમે કુંભરશેરીમાં આવેલ રહેણાંક મકાનમાંથી મોરબીના નવા ડેલા રોડ ઉપર રહેતા હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયાએ છુપાવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 22 બોટલ કિંમત રૂપિયા 27,423 ઝડપી લઈ આરોપી હિતેશ ઉર્ફે મોઢિયાને અટકાયતમાં લઈ પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો આરોપી અંકિત અરુણભાઈ રાઠોડ તેમજ એક અજાણ્યા ટ્રક ચાલક પાસેથી મેળવ્યાની કબુલાત આપતા એલસીબી ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.