મોરબી શહેરના સો ઓરડીથી માળીયા વનાળિયા જવાના રસ્તેથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી મહેશ કરશનભાઇ ચાવડા રહે.માળીયા વનાળિયા વાળાને 225 લીટર દેશીદારૂ કિંમત રૂપિયા 45 હજાર સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમા દારૂનો આ જથ્થો આરોપી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયાનો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી મહિલા આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.