Tuesday - Apr 28, 2026

મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પરે બાઈકને હડફેટે લેતા એકનું મોત, બીજાને ઇજા

મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પરે બાઈકને હડફેટે લેતા એકનું મોત, બીજાને ઇજા

જાંબુડિયાથી મકનસર જઈ રહેલા બે યુવાનને ડમ્પર ચાલકે પાછળથી ઠોકર મારી

મોરબી : બિસ્માર બની ગયેલા મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ અવાર નવાર બની રહી છે ત્યારે મોરબીના જાંબુડિયા ગામથી મકનસર તરફ જઇ રહેલા બે યુવાનના બાઇકને ડમ્પર ચાલકે રફાળેશ્વર નજીક પાછળથી ઠોકર મારતા એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી.

મોરબીના મકનસર ગામે રહેતા રવિભાઈ જગદીશભાઈ નારણીયા ઉ.વ.31 અને તેમના મિત્ર ખુમાનસિંગ રાઠોડ ગઈકાલે જીજે - 36 - એડી - 1070 નંબરનું બાઈક લઈને જાંબુડિયા ગામથી મકનસર તરફ આવી રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે આવેલ એપેક્ષ હોસ્પિટલ સામે જીજે - 36 - ટી - 9995 નંબરના ડમ્પર ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા ખુમાનસિંગ રાઠોડના બન્ને પગમાં ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં બાઈક ચાલક રવિભાઈને ઇજાઓ પહોંચી હતી.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.