માળીયા મિયાણા દરબારગઢ પાછળ રહેતા મહમદહનીફ કાદરભાઈ ભટ્ટીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ અકબર અબ્બાસભાઇ સંધવાણીની સ્વીફ્ટ કારમાં બેસી મોરબી આવી રહ્યા હતા ત્યારે મરણ જનાર આરોપી અકબરે પોતાની કાર ફૂલ સ્પીડે ચલાવી ડમ્પર ટ્રક નંબર જીજે - 12 - એવાય - 6444ની સાઈડ કાપવા જતા ડમ્પરના ઠાઠામાં ઘુસી જતા અકબરને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતમાં ફરિયાદી મહમદહનીફભાઈ તેમજ સાહેદ હુસેનભાઇ રહીમભાઈ મોવરને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.