માળીયા મિયાણા તાલુકાના અણીયારી ટોલનાકા નજીક 24 દિવસ પહેલા થયેલી મારામારી મામલે વળતી ફરિયાદ નોંધાઇ છે. જેમાં ત્રણ આરોપીઓએ અર્ટિકા કારમાં આવી ધારીયાના ઘા ઝીકી દીધા હોવાનું જાહેર કરાયું છે.
માળીયા મિયાણા તાલુકાના જૂની ખીરઇ ગામે રહેતા ફરિયાદી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવરે આરોપી અબ્દુલ ઉર્ફે કાળો ઉમરભાઈ જેડા, ગુલામહુસેન અલાયાભાઈ જેડા અને આરોપી હૈદર અલાયાભાઈ જેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અણીયારી ટોલનાકા નજીક ગત તા.1 ડિસેમ્બરના રોજ જીજે - 39 - સીબી - 7181 નંબરની અર્ટિકા ગાડીમાં આવેલા ત્રણેય આરોપીઓએ જુના ઝઘડાનો ખાર રાખી ધારીયા તેમજ ધોકા વડે હુમલો કરતા ફરિયાદીને તેમજ સાહેદોને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.