Saturday - May 02, 2026

મોરબીના રંગપર જેતપર રોડ ઉપર અકસ્માતમાં એકનું મોત

મોરબીના રંગપર જેતપર રોડ ઉપર અકસ્માતમાં એકનું મોત

 મોરબીના રંગપર જેતપર રોડ ઉપર લેમોરેકસ સિરામિક કારખાના નજીક જીજે - 12 - બીટી - 8721 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે જીજે - 36 - એડી - 6568 નંબરનું બાઈક લઈને જઈ રહેલા હરેશભાઇ ઠુંગાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા હરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે જામનગરના નાની માટલી ગામે રહેતા દિનેશભાઇ હમીરભાઈ ઠુંગાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.