Saturday - Jul 04, 2026

મોરબી - વાંકાનેર હાઇવે પર બે બાઈક વચ્ચેના અકસ્માત એકનું મોત

મોરબી - વાંકાનેર હાઇવે પર બે બાઈક વચ્ચેના અકસ્માત એકનું મોત

વાંકાનેર : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ભાયાતી જાંબુડિયા નજીક ગત તા.7ના રોજ જીજે - 36 - એજી - 0390 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી રાહુલભાઈ મનુભાઈ વોરા અને કેતનભાઈ ખીમાભાઈ રાઠોડ રહે.રાતીદેવડી વાળાના બાઈક સાથે સામેથી રોંગ સાઈડના આવેલ જીજે - 36 - એએ - 3561 નંબરના બાઈક ચાલકે અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા કેતનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.