Saturday - Jul 04, 2026

મોરબીના બેલા ગામ નજીક બાઈક સ્લીપ થવાથી યુવાને જીવ ગુમાવ્યો

મોરબીના બેલા ગામ નજીક બાઈક સ્લીપ થવાથી યુવાને જીવ ગુમાવ્યો

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીક ખોખરા હનુમાનજી મંદિર રોડ પર ગઈકાલે સાંજના સમયે બાઈક સ્લીપ થઈ જતા પીપળી ગામની વૃંદાવન સોસાયટીમાં રહેતા રાજેશભાઇ છગનભાઇ શેરસિયા ઉ.48 નામના યુવકને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ રાજેશભાઈને પ્રથમ ખાનગી બાદ મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.