Saturday - Aug 15, 2026

વાંકાનેર નજીક ઢોરને બચાવવા જતા ટ્રેકટર ખાડામાં ઉતરી જતા એકનું મોત

વાંકાનેર નજીક ઢોરને બચાવવા જતા ટ્રેકટર ખાડામાં ઉતરી જતા એકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ નજીક ટ્રેકટરમા માટીના ફેરા કરી રહેલા દેવકરણભાઈ કડવાભાઇ સાપરા રહે.ગુંદાખડા તા.વાંકાનેર વાળા ગત તા.2ના રોજ ટ્રેકટર લઈને જતા હતા ત્યારે ગુણવંતભાઈ ભરવાડની ખાણ પાસે પહોંચતા રસ્તામાં ઢોર આડું ઉતરતા ઢોરને બચાવવા જતા ટ્રેકટર ખાડામાં ઉતરી પલ્ટી મારી જતા ઇજાઓ પહોંચતા દેવકરણભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.