Saturday - Oct 03, 2026

વાંકાનેરના કલાવડી નજીક કાર હડફેટે એકનું મોત

વાંકાનેરના કલાવડી નજીક કાર હડફેટે એકનું મોત

ગત તા.1 માર્ચના રોજ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં વાંકાનેર કુવાડવા રોડ ઉપર કલાવડી ગામના પાટિયા પાસે જીજે - 03 - જેસી - 7186 નંબરની ઇકો કારના ચાલકે જીજે - 36 - એડી - 6069નંબરના એક્ટિવા મોટર સાયકલને હડફેટે લેતા ગોપાલ ઉર્ફે વિશાલ પરબતભાઇ બાંભવાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા સંદીપભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.