Monday - Aug 24, 2026

મોરબીમાં ટ્રક ચાલકે ડબલ સવાર બાઇકને ટકકર મારતા એકનું મોત, બીજાને ઇજા

મોરબીમાં ટ્રક ચાલકે ડબલ સવાર બાઇકને ટકકર મારતા એકનું મોત, બીજાને ઇજા

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીક ખોખરા હનુમાન મંદિર તરફ જતા રોડ પર પોલો સર્કલ પાસે જીજે -39 - ટી - 7838 નંબરના ટ્રક ચાલકે જીજે - 04 - ઇએન - 7932 નંબરના બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક રાજુભાઇ દિલીપભાઈ અજનારે ઉ.વ
28 અને પાછળ બેઠેલા શિવાભાઇ રાધેશ્યામભાઈ વાસ્કલ ઉ.વ. 25ને હડફેટે લેતા આ અકસ્માતમાં રાજુભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે શિવભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી જતા બનાવ અંગે બાઈક માલિક  કરણભાઈ ઉર્ફે કાળું કાંતિભાઈ સોલંકી રહે.લક્ષ્મીનગર, તા.મોરબી વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.