મોરબી : મોરબી તાલુકાના રાજપર - ચાચાપર રોડ પર આવેલ સદગુરુ કોટન નામના કારખાનામાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની કમલેશ રકસિંહ મંડલોઈ ઉ.વ.24 નામના યુવકે કોઈ કારણોસર લેબર કોલોનીના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.