Friday - Oct 09, 2026

હળવદના ઈંગોરાળા ગામની સીમમાં ખેતીકામ કરતી મહિલાએ ઝેરના પારખા કર્યા

હળવદના ઈંગોરાળા ગામની સીમમાં ખેતીકામ કરતી મહિલાએ ઝેરના પારખા કર્યા

હળવદ : હળવદ તાલુકાના ઈંગોરાળા ગામની સીમમાં વિપુલભાઈ વાઘજીભાઈ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કરતા ઈતાબેન ગોવિંદભાઇ રાઠવા ઉ.વ.32 નામના પરિણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.મૃતકના નવ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.