Saturday - May 16, 2026

વાંકાનેરના ગારીડા નજીક બંધ ટ્રક પાછળ ટેન્કર અથડાતા એકને ઇજા

વાંકાનેરના ગારીડા નજીક બંધ ટ્રક પાછળ ટેન્કર અથડાતા એકને ઇજા

વાંકાનેર : બામણબોર - વાંકાનેર - કચ્છ નેશનલ હાઇવે ઉપર વાંકાનેર તાલુકાના ગારીડા નજીક રોડ ઉપર કોઈપણ જાતના રીફલેક્ટર કે સાઈડ લાઈટ ચાલુ કર્યા વગર જીજે - 36 - વી - 5286 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક ઉભો રાખી દેતા જીજે - 12 - બીએક્સ - 7279 નંબરના ટેન્કર ટ્રક પાછળ અથડાયું હતું. આ અકસ્માતમાં ટ્રક ચાલકની બેદરકારીથી ટેન્કર ચાલક મોહમદ જીબરાઈલ મોહમદ મજીદ ઉ.36 રહે.ગુવાવા, અમેઠી, ઉત્તરપ્રદેશ વાળાને બન્ને પગમાં ફ્રેક્ચર થઈ જતા બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.