મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર બંધુનગર નજીક ગત તા.20ના રોજ રાત્રીના સમયે જીજે - 36 - એક્સ - 3032 નંબરના ડમ્પર ચાલકે રોડની કટ્ટમાં અચાનક પોતાનું ડમ્પર રિવર્સમાં ચલાવી ફરિયાદી સલીમખાન સાકારખાન મુસ્લિમ ઉ.30 રહે.તમાચીકી, બાડમેર રાજસ્થાન વાળાના ટ્રક નંબર જીજે - 12 - બીઝેડ - 7116 સાથે અકસ્માત સર્જતાં સલીમખાનના બન્ને પગમાં ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.