મોરબી : મોરબી નજીક અજંતા પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક બસની પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ અકસ્માત કયા કારણોસર અને કેવી રીતે સર્જાયો તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી પ્રાથમિક તબક્કે જાણવા મળી નથી. પોલીસ દ્વારા બનાવની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.