Wednesday - Jun 17, 2026

મોરબીમાં મેફડ્રોન ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરતો એક ઝડપાયો

મોરબીમાં મેફડ્રોન ડ્રગ્સના જથ્થાનું વેચાણ  કરતો એક ઝડપાયો

ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત રૂ. 1.53 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી : મોરબીની ત્રાજપર ચોકડી પાસે એસઓજીની ટીમે રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી મૂળ રાજસ્થાનનો રહેવાસી એક શખ્સ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મળી આવેલ હતો જેથી પોલીસે તેની પાસેથી હાલમાં 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાને કબજે કરવામાં આવેલ છે. જથ્થો અને ડ્રગ્સ તથા મોબાઈલ ફોન મળી રહે 1.53 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા પીઆઇ આર.સી. ગોહિલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન ત્રાજપર ચોકડી પાસે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે મેફડ્રોન ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરવા માટે એક શખ્સ આવ્યો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજસ્થાનના ઢગ તાલુકાના લસુડીયા ગામનો રહેવાસી કાલુલાલ પૂરાલાલ ગોયલ (ઉ.વ.26) નામનો યુવાન શખ્સ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 49.380 ગ્રામ જેની કિંમત 1,48,140 તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,53,140 ની કિંમતના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલા ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને મોરબીમાં કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.