Thursday - Aug 20, 2026

વાંકાનેરમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો

વાંકાનેરમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવાપરા વિસ્તારમાં દરોડો પાડી આરોપી મહંમદઅલી ઉર્ફે ગટી સુમારભાઈ હાલા ઉ.વ.42 રહે.મિલપ્લોટ વાંકાનેર વાળાને આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પંજાબ અને બેંગલુરુની ટીમ વચ્ચે રમાઈ રહેલા ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનમાં હારજીતનો રનફેરનો જુગાર રમતા ઝડપી લઈ જુગાર કપાત લેનાર મોબાઈલ ધારકના નંબરને આધારે બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધી 750 રોકડા તેમજ 10 હજારનો મોબાઈલ મળી કુલ 10,750નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.