વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરની મહાવીર સોસાયટી નજીક ગઈકાલે સાંજના સમયે ઇંગ્લેન્ડ - શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટવેન્ટી - ટવેન્ટી ક્રિકેટ મેચ પર હરજીતનો રણફેરનો જુગાર રમી રહેલા આરોપી જાહિદભાઈ ઇસ્માઇલભાઈ સીડા રહે.સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે, ભાટિયા સોસાયટી, વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 2800 તેમજ એક 5000ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં વાંકાનેરના આરોપી સલીમ પાસે કપાત કરાવતો હોવાનું કબુલતા પોલીસે સલીમને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.