Thursday - Jul 02, 2026

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રીક્ષામાં દારૂ - બિયર સાથે એકની ધરપકડ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રીક્ષામાં દારૂ - બિયર સાથે એકની ધરપકડ

મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જીજે - 01 - ટીબી - 4387 નંબરની રીક્ષા અટકાવી તલાશી લેતા આરોપી વિષ્ણુ પેલાદભાઈ પાટડીયા રહે.શોભેશ્વર રોડ, મફતિયાપરા, મોરબી વાળાને વિદેશી દારૂની 180 મિલી માપની 35 નાની બોટલ કિંમત રૂપિયા 3155 તેમજ બિયર ટીન નંગ 15 કિંમત રૂપિયા 3300 મળી રીક્ષા સહિત કુલ રૂ.56,555ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.