Sunday - May 17, 2026

માળીયા (મી.)માં જામગરી બંદુક સાથે એકની ધરપકડ

માળીયા (મી.)માં જામગરી બંદુક સાથે એકની ધરપકડ

મોરબી: માળીયા મીંયાણા પોલીસે રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા પાસેથી એક શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડ્યો છે. તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માળીયા (મી.)માં જામગરી બંદુક સાથે એકની ધરપકડ

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા પાસેથી અસગરભાઇ રમજાનભાઇ મોવર (ઉં.વ. ૨૫, રહે. કાજરડા, તા. માળીયા મીંયાણા) નામના શખ્સને અટકાવ્યો હતો. પોલીસે અસગરભાઇની તલાશી લેતા તેની પાસેથી ૨૫૦૦ રૂપિયાની કિંમતની એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવી હતી. આ હથિયાર રાખવા અંગે તેની પાસે કોઈ પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે હથિયાર કબજે કરી આરોપી વિરુદ્ધ હથિયારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.