વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખીજડિયા ગામે બાતમીને આધારે રહેણાંકમાં દરોડો પાડી એક આરોપીને દેશી - વિદેશી દારૂ, ભઠ્ઠીના સાધનો તેમજ એક બાઈક સાથે ઝડપી લીધો હતો.જ્યારે દરોડા દરમિયાન એક અન્ય આરોપીનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ખીજડિયા ગામે રહેતા આરોપી નિલેશ રવજીભાઈ સોલંકી ઉ.29ના રહેણાંક મકાનમાં દરોડો પાડતા આરોપીના કબ્જા વાળા બાઇકમાં 23 લીટર દેશી દાર, વિદેશી દારૂની છ બોટલ તેમજ ભઠ્ઠીના સાધનો મળી 40,800નો મુદ્દામાલ મળી આવતા આરોપીને અટકાયતમાં લીધો હતો.સાથે જ સહઆરોપી તરીકે સાગર રવજીભાઈ સોલંકી રહે.ખીજડિયા વાળાનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.