Saturday - May 16, 2026

હળવદમાં જુની અદાવતનો ખાર રાખી બે યુવાનોને લોખંડનો પાઇપ ફટકાર્યો

હળવદમાં જુની અદાવતનો ખાર રાખી બે યુવાનોને લોખંડનો પાઇપ ફટકાર્યો

હળવદ : હળવદ શહેરના બસસ્ટેન્ડમાં અઠવાડિયા પૂર્વે બસની રાહ જોઈ ઉભેલા બે યુવાન પર ત્રણ શખ્સોએ જુના ઝઘડાનો ખાર રાખી લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ગત તા.15ના રોજ બપોરના સમયે હળવદ બસસ્ટેન્ડમાં અમદાવાદ જવા માટે બસની રાહ જોઈ ઉભેલા ફરિયાદી ઉમેશભાઈ બચુભાઇ રાઠોડ તેમજ સાહેદ દેવજીભાઈ રાઠોડ રહે.આંબેડકર વાળા પર આરોપી રમેશ મૂળજી પરમાર, જયેશ કાળુભાઇ પરમાર અને મયુર રમેશભાઈ પરમાર રહે.બસસ્ટેન્ડ પાછળ હળવદ વાળાઓએ જુના મનદુઃખનો ખાર રાખી લોખંડના પાઇપ વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.