Thursday - Jul 02, 2026

વાંકાનેરના વઘાસિયા નજીક કારની ઠોકરે 14 માસની બાળકીનું કરુણ મોત

વાંકાનેરના વઘાસિયા નજીક કારની ઠોકરે 14 માસની બાળકીનું કરુણ મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ કયુટોન સિરામિક ફેકટરીમાં ગત તા.20 ડિસેમ્બરના રોજ જીજે - 07 - એઆર - 0014 નંબરના કાર ચાલકે બેફિકરાઈથી પોતાની કાર રિવર્સ લેતા ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ફરિયાદી જીતેન્દ્રભાઈ સુરપસિંહ અજનારની 14 માસની પુત્રી આયુશીને હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતા આયુશીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.