રોડને નડતરરૂપ દુકાનો, કાચા મકાનો અને છાપરા સહિતના દબાણો હટાવ્યા
મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે પંચાસર ચોકડી નજીક ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જેસીબી દ્વારા દુકાનો, કાચા મકાનો અને છાપરા સહિતના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
મોરબી મહાપાલિકા દ્વારા આજે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત પંચાસર ચોકડીથી પંચાસર રોડ સુધીના રસ્તામાં ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં 3 દુકાનો, 4થી 5 છાપરા 7થી 8 વંડી અને 2 કાચા મકાન તોડવામાં આવી રહ્યા છે. આ રોડ 18 મીટર પહોળો છે. જેમાં નડતરરૂપ દબાણો ઉપર હાલ મહાપાલિકા દ્વારા જેસીબી ફેરવવામાં આવી રહ્યું છે.