Thursday - Jul 02, 2026

ટંકારાના બંગાવડી ગામે કૌટુંબિક જેઠ જેઠાણીએ તમે કેમ મારી બહેનો સાથે વ્યવહાર રાખો છો કહી પરિણીતાને ધમકી આપી

ટંકારાના બંગાવડી ગામે કૌટુંબિક જેઠ જેઠાણીએ તમે કેમ મારી બહેનો સાથે વ્યવહાર રાખો છો કહી પરિણીતાને ધમકી આપી

ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા કૌટુંબિક સભ્યો વચ્ચે જમીન અને બહેનોના આવરા જાવરાને લઈ કૌટુંબિક જેઠે ભાઈ અને ભાઈના પત્નીને ગાળો આપો જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

બંગાવડી ગામે રહેતા કંચનબેન પ્રાગજીભાઈ દેત્રોજાએ પોતાના કૌટુંબિક જેઠ હરેશભાઇ પરસોત્તમભાઈ દેત્રોજા અને તેમના પત્ની મુકતાબેન હરેશભાઇ દેત્રોજા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી હરેશભાઇને તેમના બહેનો સાથે વ્યવહાર ન હોવાથી તેમના બહેનો ફરિયાદીના ઘરે આવતા હોવાની સાથે જમીન બાબતે ચાલી રહેલા મનદુઃખમાં ગત તા.11 ડિસેમ્બરે આરોપી હરેશભાઇ અને તેમના પત્ની ફરિયાદી કંચનબેનના ઘરે આવી તમે કેમ મારી બહેનો સાથે વ્યવહાર રાખો છો કહી ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાનું જાહેર કર્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.