Friday - Jul 03, 2026

મોરબીમાં ગાય પુરેલી ટ્રોલી પર ચડાવી ગાયો છોડો તો જ બુલેટ નીચે ઉતરશે કહી પોલીસ સહિતના સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં ગાય પુરેલી ટ્રોલી પર ચડાવી ગાયો છોડો તો જ બુલેટ નીચે ઉતરશે કહી પોલીસ સહિતના સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી : મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસને નિવારવા મહાનગર પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એક અઠવાડીયામાં બીજી વખત ઢોર પકડ પાર્ટીની ફરજમાં રુકાવટનો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે વિદ્યુતનગરમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન બુલેટ સાથે ધસી આવેલ શખ્સે બુલેટ ગાય પુરેલ ટ્રોલી પર ચડાવી દઈ મારી ગાયો છોડો તો જ બુલેટ નીચે ઉતરશે કહી પોલીસ સહિતના સ્ટાફને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી મહાનગર પાલિકામાં ઢોર પકડવાની કામગીરી કરતા વિપુલભાઈ લખમણભાઈ છૈયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કિશ ગોગરા અને આરોપી ભરત ગોગરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે વિદ્યુતનગરમાં ઢોર પકડવા ગયા ત્યારે બન્ને આરોપીઓ બુલેટ લઈને આવ્યા હતા અને પોતાનું બુલેટ ગાય ભરેલી ટ્રોલી ઉપર ચડાવી દઈ પોતાની ગાય મુક્ત નહિ કરે ત્યાં સુધી બુલેટ નીચે નહિ ઉતારે કહી મહાનગર પાલિકાના સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.