મોરબી: શહેરના સામાકાંઠે વિસ્તારમાં શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવેના વ્યાસપીઠે ચાલી રહેલી પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંતર્ગત આગામી શનિવારે ભક્તિમય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભજન સંધ્યાના કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો...
તારીખ: ૨૭/૧૨/૨૦૨૫, શનિવાર
સમય: રાત્રે ૦૯:૦૦ કલાકે
સ્થળ: વૃષભ નગર, ચબૂતરા પાસે, સામાકાંઠે, મોરબી-૨.
આ ભજન સંધ્યામાં મુનીરભાઈ વાલેરા સંચાલિત 'સરગમ સંગીત ક્લાસ'ના સાધકો દ્વારા શાસ્ત્રીય અને પરંપરાગત ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવશે.
સુમધુર સંગીત સાથે પીરસાનારી આ સંતવાણીનો લાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.