Tuesday - Jun 30, 2026

વાંકાનેર નજીક દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ

વાંકાનેર નજીક દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન નેશનલ હાઇવે પર લીંબાળા ધાર પાસે આવેલ કેનેડી કોમ્પ્લેસક સામેના મેદાનમાં દરોડો પાડી જીજે - 36- એએલ - 2554 નંબરની વેગનઆર કાર ચેક કરતા કારમાં બેઠેલા આરોપી રાજદીપસિંહ રઘુરાજસિંહ વાળા ઉ.25 રહે.ગારીયા વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 180 મીલી માપની 109 બોટલ કિંમત રૂપિયા 8750 મળી આવતા પોલીસે કાર સહિત કુલ રૂપિયા 2,58,720નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.