Sunday - Jul 12, 2026

માળીયાના જાજાસર નજીક 1000 લીટર ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ સાથે એકની ધરપકડ

માળીયાના જાજાસર નજીક 1000 લીટર ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ સાથે એકની ધરપકડ

ગેરકાયદે ઓઇલ લઈને નીકળેલા આરોપીને દબોચી લઇ 14.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

મોરબી : ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે જાણીતા માળીયા મિયાણા તાલુકામાં સ્થાનિક પોલીસે જાજાસર નજીક દરોડો પાડી બોલેરો ગાડીમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ લઈને જતા આરોપીને ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપીએ મીઠાના કારખાના પાસે સંગ્રહ કરેલ વધુ ઓઈલનો જથ્થો કાઢી આપતા પોલીસે 14,500 લીટર ઓઇલ સહિતનો 14.15 લાખનો મુદામાલ કબ્જે કરી રાજસ્થાનના વતની આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માળીયાના જાજાસર નજીક 1000 લીટર ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ સાથે એકની ધરપકડ

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસને જાજાસર ગામે આરબ સોલ્ટ નામના મીઠાના કારખાના પાસે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ નામના પેટ્રોલિયમ પદાર્થની ગેરકાયદેસર હેરફેર થઇ રહી હોવાની બાતમીને આધારે દરોડો પાડતા મૂળ રાજસ્થાનનો વતની અને હાલમાં આરબ સોલ્ટમાં રહેતો આરોપી અશોક છોટુરામ ચૌધરી ઉ.39 નામનો શખ્સ બોલેરો ગાડીમાં 1000 લીટર ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ સાથે ઝડપાઇ ગયો હતો. બીજીતરફ આરોપી અશોકની પૂછતાછ કરતા આરબ સોલ્ટ કારખાના પાસે ટાંકામા વધુ 13,500 લીટર ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ છુપાવ્યું હોવાનું કબુલતા પોલીસે બે લાખની કિંમતની બોલેરો ગાડી સહિત કુલ 14.15 લાખનો મુદ્દામાલ કબજે કરી ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પેદાશ હેરફેર અને સંગ્રહ કરવા બદલ ગુંન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.