મોરબી:-આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કાઉન્ટ ડાઉન યોગ શિબિર તથા સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન મોરબી ખાતે કરવામાં આવ્યું છે.
તારીખ 27મે ને મંગળવારના રોજ સવારે 05:30 થી 7:30 સુધી મોરબીની પટેલ કન્યા છાત્રાલય ખાતે આ કાઉન્ટ ડાઉન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.યોગ શિબિરમાં મોરબી જિલ્લાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલ દરેક યોગ કોચ બધા યોગ ટ્રેનર ની શુલ્ક યોગ વર્ગમાં આવવા વધુમાં વધુ યોગ સાધકો અને વિવિધ સંસ્થાઓના સર્વેને સહપરિવાર જોડાવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.યોગ શિબિરમાં જોડાવા માટે આપેલ લિંકમાં forms.gle/Vx78zmfr9jkb6DY48 રજીસ્ટ્રેશન કરવા જણાવામાં આવ્યું છે.