Sunday - Sep 27, 2026

મોરબીમાં રૂ.47 હજારના દારૂ સહિત રૂ.2.97 લાખનો મુદ્દામાલ સાથે એક ગિરફ્તાર

મોરબીમાં રૂ.47 હજારના દારૂ  સહિત રૂ.2.97 લાખનો મુદ્દામાલ સાથે એક ગિરફ્તાર

મોરબી -વાંકાનેર હાઈવે પર પેટ્રોલ પંપ પાસેથી પેટ્રોલીંગ દરમિયાન કારમાંથી દારૂનો જથ્થો મળતા બી ડિવિઝન પોલીસે કરી કાર્યવાહી

મોરબી : મોરબી-વાંકાનેર હાઈવે પર નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી અલ્ટો કારને પોલીસે અટકાવી તલાશી લેતાં તેમાંથી દારૂની નાની-મોટી 262 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.47,118ની કિંમતનો દારૂ અને રૂ.2.50 લાખની કાર મળી કુલ રૂ.2,97,118નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસેથી અલ્ટો કાર નં. GJ-13-NN-0346 પસાર થતી જોવા મળી હતી. શંકાના આધારે પોલીસે કારને રોકી તેની તપાસ કરતાં અંદરથી દારૂની નાની-મોટી 262 બોટલો મળી આવી હતી. આથી પોલીસે દારૂનો જથ્થો કબજે કરી કાર પણ જપ્ત કરી હતી. પોલીસે સ્મશાન પાસે, લાલપર, મોરબી ખાતે રહેતા અને મૂળ પીપળી, તા. જસદણના બળદેવ ઉર્ફે બાલો નાગરભાઈ સાકરીયા (ઉં.30)ની ધરપકડ કરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો અંગે તપાસ કરવામાં આવી રહી છે.