Saturday - Oct 03, 2026

માળીયા મી.ના કાજરડા નજીક જામગરી બંદૂક સાથે એક ગિરફતાર

માળીયા મી.ના કાજરડા નજીક જામગરી બંદૂક સાથે એક ગિરફતાર

મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાજરડા ગામ જવાના રસ્તેથી જીજે - 36 - એજી - 3812 નંબરના બાઈક પર પસાર થતા આરોપી સમીર અબ્બાસભાઈ મોવર રહે.કાજરડા ગામ વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી રૂ.2500ની કિંમતની દેશી બનાવટની જામગરી બંદૂક મળી આવતા પોલીસે 20 હજારના બાઈક સહિત 22,500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.