Friday - Jan 24, 2025

મોરબી નજીક ટ્રેઇલરમાં છુપાવેલો રૂ.૩.૨૪ લાખનો દારૂ-બિયરનો જથ્થા સાથે એકની ધરપકડ

મોરબી નજીક ટ્રેઇલરમાં છુપાવેલો રૂ.૩.૨૪ લાખનો દારૂ-બિયરનો જથ્થા સાથે એકની ધરપકડ

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે એક ટ્રેલર નં. RJ-03 GA-7734માં માટીની બોરીની આડમાં ઇંગ્લીશદારૂ નો જથ્થો રાખી મોરબી તાલુકાના ઘૂંટુ તરફ થી મોરબી બાજુ આવનાર છે. જેના આધારે ટીમે સીમ્પોલો સીરામીકના કવાર્ટર પાસે વોચ ગોઠવી ચેક કરતા ટ્રેઇલરના ઠાઠામાં જોતા માટીની બોરીઓની આડમાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૩૫ કી.રૂ ૩,૧૭,૭૧૨  તથા બીયર ટીન નંગ-૭૨ કિ.રૂ. ૭૨૦૦ તથા ટ્રેઇલર -કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૩,૨૪,૯૧૨ નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રેઇલર ચાલક નિયાઝ ઘીસાજી કાઠાત ઉવ.૨૩ રહે.પાલી,રાજસ્થાનવાળાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.