Thursday - Jul 02, 2026

ટંકારામાં સવા ઈંચ વરસાદ, મોરબીમાં માત્ર ઝાપટાં

ટંકારામાં સવા ઈંચ વરસાદ, મોરબીમાં માત્ર ઝાપટાં

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા સતત ત્રણ દિવસથી જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. પણ ટંકારામાં મેઘરાજાએ વધુ મહેર કરી છે. જેમાં આજે શનિવારે બપોરે 2 થી 4 વાગ્યાના ગાળામાં ટંકારા મામલતદાર કચેરી ખાતે 29 મી.મી. એટલે કે સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત છે અને બે દિવસ પંથકમાં વરસાદનું જોર ચાલુ રહે તેવું અનુમાન છે. ખરા ટાણે જરૂરીયાત મુજબ વરસાદથી ખેડૂતોને ફાયદો થયો છે. જ્યારે આજે સવારથી મોરબી અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.