સમાજ હમેશા પ્રત્યેક નારીનો આદર સત્કાર કરી આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડે તેવું પ્રેરણાદાયી આયોજન
મોરબી : સમાજ અને દેશમાં દરેક ક્ષેત્રે પુરુષો કરતા મહિલાઓ ટોચના સ્થાને છે. આમ છતાં હજુ પણ આ પુરુષ પ્રધાન સમાજમાં પુરુષના અહમનો મહિલાઓનો ભોગ બનતા હોય ક્યાંક ને ક્યાંક નારીની અસ્મિતા જળવાતી નથી. આથી મોરબી મહાનગરપાલિકા દ્વારા નારીની અસ્મિતા જળવાઈ રહે અને દરેક પરિવાર, સમાજ નારી અબળા નહિ પણ નારી શક્તિનું પ્રતીક માની સ્વમાન જળવાઈ એ રીતે આગળ વધવા કઈ રીતે પ્રોહત્સાહન આપવું એનો મેસેજ સમાજને આપવા 8 માર્ચે મહિલા આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને #MMC4WOMEN નામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓના આરોગ્ય, જાગૃતિ, રમતગમત અને સાંસ્કૃતિક સહિત અનેકવિધ કાર્યક્રમો સાથે મહિલા સશક્તિકરણ પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
યોગાથી હોલિકાદહન લઈને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
- યોગા અને ઝુમ્બા સેશન 1 માર્ચ રવિવારના રોજ સવારે 9 થી 10 વાગ્યે સરદાર બાગ, શનાળા રોડ ખાતે મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ માટે 1 કલાકનું વિશેષ સત્ર
- 2 માર્ચ સોમવારના રોજ સાંજે 7 વાગ્યે નગર દરવાજા ખાતે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક એકતા અને સાંસ્કૃતિક જાગૃતિ માટે ફ્લેશ મોબ
- 3 માર્ચ મંગળવારના રોજ સાંજે 7:30 વાગ્યે પટેલ સમાજ વાડી, શનાળા રોડ ખાતે નારી સન્માનના સંદેશ સાથે હોલિકા દહન કરવામાં આવશે.
- સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ જાગૃતિ 5 માર્ચ ગુરુવારના રોજ સવારે 10થી 11વાગ્યે ઓમ શાંતિ વિદ્યાલય ખાતે બાળાઓ માટે “ગુડ ટચ - બેડ ટચ” અને આત્મરક્ષા અંગે માર્ગદર્શન અપાશે.
- અડલ્ટ એજ્યુકેશન અવેરનેસ 5 માર્ચ ગુરુવારના રોજ સવારે 11:15 વાગ્યે ઓમ શાંતિ વિદ્યાલય ખાતે મહિલાઓના અંગત પ્રશ્નોના નિરાકરણ માટે જાગૃતિ શિબિર
- મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પ 6 માર્ચ શુક્રવારના રોજ બપોરે 3 વાગ્યે મોરબી શહેરમાં 20 મેડિકલ ટીમો દ્વારા ચેકઅપ કરવામાં આવશે. જેમાં સર્વાઈકલ કેન્સર, સ્તન કેન્સર સ્વ નિરીક્ષણ, અને ટેબલેટ્સનું વિતરણ
- અ ડે વિથ કમિશનર 7 માર્ચ શનિવારના રોજ સવારે 9 વાગ્યે મુખ્ય કચેરી ખાતે મહિલાઓને મહાનગરપાલિકાની કાર્યપ્રણાલીની મુલાકાત કરાવાશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાને પ્રોત્સાહનરૂપે 1 કલાક માટે કમિશનર તરીકે કાર્ય કરવાની તક મળશે.
- નુક્કડ નાટક 7 માર્ચે શનિવારના રોજ સાંજે 7થી 8 વાગ્યે ડી-માર્ટ ખાતે ગર્લ્સ સ્કૂલ દ્વારા મહિલા સુરક્ષા અને અધિકારો અંગે સ્ટ્રીટ પ્લે
- 7 માર્ચ શનિવારના રોજ સવારે 7:30 વાગ્યે મકનસર ક્રિકેટ મેદાન ખાતે મહાનગરપાલિકાની મહિલા સ્ટાફ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ
- મસ્તી સ્ટ્રીટ 4 વુમન 8 માર્ચે રવિવારના રોજ સવારે 8 થી 10 વાગ્યે વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ખાતે શેરી રમતોનું આયોજન
- 8 માર્ચે રવિવારના રોજ સવારે 10:30 વાગ્યે સરદાર બાગ ખાતે “મહિલા સશક્તિકરણ અને સમાજમાં ભૂમિકા” વિષય પર 2 કેટેગરીમાં (અંડર-18 અને ઓપન) વકૃત્વ સ્પર્ધા, વિજેતાઓને 2500, 1500 અને 1000નું પુરસ્કાર
- 8 માર્ચે રવિવારના રોજ સવારે 11:30 વાગ્યે સરદાર બાગ ખાતે "Women at Work" વિષય પર ફોટોગ્રાફી સ્પર્ધા, વિજેતાઓને 2500, 1500 અને 1000 રૂપિયાનું રોકડ ઇનામ
- ઓલ મોરબી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે તા.15 અને 22ને રવિવારના રોજ સવારે 7:30 વાગ્યે મકનસર ક્રિકેટ મેદાન ખાતે શહેરની મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ