Saturday - May 16, 2026

મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે વિરાટ રક્તદાન યજ્ઞ યોજાયો

મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે વિરાટ રક્તદાન યજ્ઞ યોજાયો

મોરબી :  વિશ્વને સંસ્કૃતિના રક્ષણ માટે મંદિરોનું નિર્માણ અને શિક્ષણ, તબીબી સેવા તેમજ ભૂકંપ-પૂર જેવી હોનારતોમાં રાહત જેવા 152થી વધુ સેવા કાર્યો કરી લાખો લોકોની સેવામાં જ જીવન અર્પણ કરનાર વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે તેમના સેવા પ્રકલ્પોને આગળ ધપાવવા માટે આજે મોરબીના સામાકાંઠે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  રક્તદાન કેમ્પમાં રક્તનું દાન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. લોકોની જિંદગી અમૂલ્ય હોય ખાસ તો અકસ્માત અને પ્રસુતિ સહિતની ઇમરજન્સી દરમિયાન લોહીની જરૂરત પડતી હોવાથી રક્તદાન કરવાની અપીલ કરતા જબરો પ્રતિસાદ મળ્યો હતો અને યુવાનોની સાથે 50 અને તેનાથી વધુ ઉંમરના લોકોએ પણ રક્તદાન કરીને માનવતાને ઉજાગર કરી હતી. આ 51 વર્ષની ઉંમરના રક્તદાન કરીને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અનેક વખત રક્તદાન કર્યું છે. રક્તદાન કરીને થાક કે બેચેની નહિ બલ્કે દરેક વખતે નવો જોશ અને શરીરમાં અનોખી સ્ફૂર્તિ મળે છે.

મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે વિરાટ રક્તદાન યજ્ઞ યોજાયો