Saturday - May 16, 2026

મોરબીમાં દેવભાષા સંસ્કૃત ભાષાને બચાવવા ગીતા મહોત્સવનું આયોજન

મોરબીમાં દેવભાષા સંસ્કૃત ભાષાને બચાવવા ગીતા મહોત્સવનું આયોજન

મોરબી :  આજના હાઈટેક યુગમાં અંગ્રેજી ભાષાનું ચલણ એટલી હદે વધી ગયું છે કે, દેવભાષા ગણાતી સંસ્કૃત ભાષાના અસ્તિત્વ સામે મોટું જોખમ થયું છે અને  દેવભાષા હવે દંતકથા બની જાય તેવા કપરા સંજોગો ઉદ્દભવ્યા છે. આથી લુપ્ત થતી સંસ્કૃત ભાષાને બચાવવા માટે મોરબીમાં શ્રીમદ ભગવદ ગીતા જયંતી નિમિત્તે ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કાર્યક્રમો સંસ્કૃત ભાષામાં યોજીને લોકોને સંસ્કૃત ભાષા તરફ વાળવાનો સકારાત્મક પ્રયાસ કરાશે

મોરબીમાં દેવભાષા સંસ્કૃત ભાષાને બચાવવા ગીતા મહોત્સવનું આયોજન

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને સાર્થક વિદ્યામંદિરના સહયોગથી ભારતીય સાંસ્કૃતિક પરંપરાના સંરક્ષણ અને સંવર્ધન થાય એ હેતુથી અને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અર્થે 1 ડિસેમ્બરના રોજ શ્રીમદ ભગવદ ગીતા જયંતી નિમિત્તે ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમ અંતર્ગત ગીતા કંઠપાઠ યોજના તેમજ શતસુભાષિત કંઠપાઠ યોજનાના તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર તમેજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે, સાથે સંસ્કૃત ગરબા, દશાવતાર વગેરે સંસ્કૃત યુક્ત કૃતિ પણ થશે તેમજ ગીતાજીના 12માં અધ્યાયનું પઠન કરવામાં આવશે.સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.