મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પૈસાની જૂની લેતી દેતી બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ વેલ્ડીંગની દુકાન ધરાવતા યુવાનની દુકાને આવી લાકડાના ધોકા વડે માર મારી દુકાનની બહાર પડેલ વેલ્ડીંગનો સર સામાન બળજબરીથી લઈ જતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ખાખરેચી ગામે રહેતા અને વેલ્ડીંગની દુકાન ધરાવતા રમજાનભાઇ અબ્દુલભાઇ લંઘાણીએ આરોપી ગોપાલભાઈ પોપટભાઈ શિયાળ, વિજયભાઈ પોપટભાઈ શિયાળ, નવઘણભાઈ છેલાભાઈ શિયાળ અને આરોપી દિનેશભાઇ છેલાભાઈ શિયાળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે અગાઉ ફરિયાદી રમજાનભાઈ આરોપીઓને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા ત્યારે લીધેલા ઉપાડના પૈસાની લેતી દેતીનો ખાર રાખી ચારેય શખ્સો લાકડાના ધોકા લઈ ફરિયાદીની દુકાને આવી હુમલો કરી દુકાન બહાર પડેલ વેલ્ડીંગનો સામાન બળજબરીથી લઈને નાસી ગયા હતા.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.