Monday - Oct 05, 2026

હળવદના જુના દેવળીયા ગામે મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની તસ્કરો ચોરી કરી ગયા

હળવદના જુના દેવળીયા ગામે મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની તસ્કરો ચોરી કરી ગયા

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ગત તા.24 જૂન 2025ના રોજ અજાણ્યા તસ્કરો રૂપિયા 25 હજારની કિંમતની 48 નંગ બેટરીઓ ચોરી કરી જતા બેટરી ચોરીની ઘટના અંગે સિક્યુરિટી કંપનીના સુપરવાઈઝર પ્રહલાદસિંહ નટુભા રાણા ઉ.47 રહે.પેઢડા તા.લખતર,જી. સુરેન્દ્રનગરવાળાની ફરિયાદને આધારે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.