Friday - Jul 17, 2026

મોરબીમાં 28 ફેબ્રુઆરીએ સર્વ જ્ઞાતિની 28 દીકરીઓના સમુહલગ્ન

મોરબીમાં 28 ફેબ્રુઆરીએ સર્વ જ્ઞાતિની 28 દીકરીઓના સમુહલગ્ન

મોરબી : મોરબી ખાતે છેલ્લા આઠ વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવનાર તેમજ ગરીબ પરિવારની ૨૫૧ દીકરીઓના લગ્નો કરાવી આપનાર સંસ્થા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટે દર વર્ષની જેમ આ વર્ષે નવમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આગામી તા.૨૩/૦૨/૨૦૨૫ ના રોજ આયોજન કર્યું છે.
જેમાં ૨૮ ગરીબ કન્યાઓના લગ્નો નિર્ધારિત થયા છે. જેમાં આર્થિક સહયોગ આપી કન્યા દાનનું પુણ્ય મેળવવા દાતાઓને આહવાન કરવામાં આવ્યું છે. આ દાન ભારત સરકારના આયકર અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૦જી(૫) હેઠળ કર મુક્ત રહશે. આ માટે ડો.પરેશ પારીઆ-પ્રમુખ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મો.નં. ૮૭૩૨૯૧૮૧૮૩નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.